શબ્દોનું તોરણ

વળાંક

‘શું શું જોઈશે ?’ સોહામણા દેખાતા યુવકે પૂછ્યું.
‘તમારા બંનેનું લીવીંગ સર્ટી, ચૂંટણીકાર્ડ, એક બંનેનો કમર સુધીનો ફોટો, અને એક છોકરીનું સોગંધનામું બસ આટલું જ’ એડવોકેટ નિશાંતે જવાબ આપ્યો.
‘કેટલો સમય લાગશે ?’ બીજો પ્રશ્ન થયો, સામે જવાબ તૈયાર જ હતો ‘તું ડોક્યુમેન્ટ્સ આપ એટલે તરત જ’.
‘પછી કોઈ તકલીફ ….’ યુવક મૂંઝવણમાં લાગતો હતો. એડવોકેટ નિશાંત યુવકની મનોસ્થિતિ પામી ગયો, તેણે યુવકના ખભ્ભા પર હાથ રાખીને કહ્યું, ‘દોસ્ત, તું નાહક ચિંતા ન કર, મારી પાસે તું પહેલો નથી, આની પહેલા મેં અનેકના સિવિલમેરેજ કરાવી દીધા છે, અને કાયદાકીય રીતે તને કોઈ ‘ટચ‘ પણ નહિ કરી શકે તેની જવાબદારી મારી, તું નિશ્ચિંત રે, બધા ડોક્યુમેન્ટ્સ લઈને મારી પાસે આવી જા, તારું કામ થઇ જશે’. Read the rest of this entry »

Advertisements

હસના જરૂરી હૈ

છગન અને મગન નામના બે ભાઈઓ હતા. એમાં છગનના મૂખ પર હંમેશા હાસ્ય છલકાયેલું રહેતું. જ્યારે મગન હંમેશા મૂંઝાયેલો રહેતો. છગન વાતેવાતે હસતો, મગન ભાગ્યેજ હસતો.
એક દીવસ બંને ભાઈઓ પોતપોતાના સ્કુટર પર પોતપોતાના કામધંધે જવા નીકળ્યા. રસ્તામાં છગન અને મગન બંનેને અકસ્માત નડ્યો, જો કે અકસ્માત બહુ ગંભીર ન હતા. માત્ર સામસામે સ્કુટરના વ્હીલ અથડાયા. વ્હીલ ટકરાયા એટલે તરત જ છગનના મૂખ પર લાખેણું હાસ્ય તરવરી ઉઠ્યું, આના જવાબમાં સામાવાળાએ પણ ધરાર હાસ્ય આપવું પડ્યું, અને છગનનો મામલો ત્યાજ સમેટાઈ ગયો. બંને મુસાફરો હસતા હસતા પોતાની મંઝીલ તરફ આગળ વધી ગયા.
મગનના સ્કુટરનું વ્હીલ ટકરાતા જ મગનનો પારો સડસડાટ ઉપર ચડી ગયો, અને તે એલફેલ બોલવા લાગ્યો, જોતજોતામાં મગન સામેવાળાની સાંભળવાની ક્ષમતાની બહાર જતો રહ્યો એટલે પેલાએ મગનને બોચીથી પકડીને તેની ધોલાઈ કરી નાખી,
આમ, બંનેની પરિસ્થિતિ સરખી હોવા છતાં મગનને ધોલાઈ મળી, જ્યારે છગનને મલાઈ મળી,
આપની હાલત પણ મગન જેવી ન થાય તે માટે હંમેશા હસતા રહેજો……..
( ઉપરનો ટુચકો વર્ષો પહેલા અમસ્તો જ રમુજ ખાતર લખેલો, પણ મને લાગે છે કે તે આજે પણ એટલો જ પ્રસ્તુત છે. )

આખરે કોંગ્રેસ જીતી ખરી ! છેલ્લા બાર બાર વર્ષોના વનવાસ પછી આખરે ગુજરાત કોંગ્રેસના નશીબ ફર્યા, છતાં બધા કોંગ્રેસીઓ કેમ કોઠીમાં મો ધાલીને સંતાતા ફરે છે તે મને સમજાતું નથી. ગુજરાત કોંગ્રેસ જેના માટે બાર બાર વર્ષોથી અથાગ અને અવિરત મહેનત કરતી હતી, તેમાં સફળતા મળી, છતાં, કોંગ્રેસ ખુશ કેમ નથી ? ગુજરાત કોંગ્રસનું એકમાત્ર ધ્યેય હતું કે મોદી મુખ્યમંત્રીની ખુરશી છોડે.
…તો બોસ, નરેન્દ્ર મોદીની ગુજરાત CMની ખુરશી છૂટી ગઈ, છતાં કોંગ્રેસીઓ તરફથી ફટાકિયા ફૂટવાનો અવાજ આવ્યો નહિ, મને તેનું આશ્ચર્ય થાય છે. ભલા માણસ, આપણી ઈચ્છાપૂર્તિ થઇ તે જ મહત્વનું છે તે કઈ રીતે થઇ તે મહત્વનું નથી. ગુજરાત કોંગ્રસ જશ્ન મનાવવાનો આવો રૂડો અવસર કેમ કરીને જતો કરી શકે ?
લોકસભામાં ભાજપને મળેલ વિજય પછી તરત જ કોંગ્રસને મળેલી આ વિજયની સુવર્ણ તક છતાં કોંગ્રેસ ચુપચાપ કેમ બેઠી છે ? બી હેપ્પી…

ગેમ પ્લાન.
મૂળ આપણે રહ્યા બિનરાજકીય અને લાગણીશીલ એટલે આપણે મન બધા સરખા. એટલે આ લોકસભાના પરિણામ પછી ભાજપને અભિનંદન આપીને બંદા પહોચી ગયા સીધા એક કોંગ્રેસી મિત્રને મળવા, તેને દિલાસો દેવા. હું જાણે કોઈના ખરખરા માં જતો હોવ એવા મનોભાવ સાથે તેઓશ્રીના ઘરમાં પ્રવેશ્યો. પરંતુ મારી ધારણા વિરુધ તેઓ પોતાના આંગણામાં આરામથી ઝૂલામાં ઝૂલતા હતા, મને જોઈને તરત જ ઊભા થઈને મને ઉષ્માથી આવકાર આપ્યો. મેં હજી મારા હાવભાવ ગંભીર રાખ્યા હતા, એટલે તેઓ મારા ખભા ઉપર એક હળવી થપાટ મારી ને બોલ્યા ‘શું યાર મૂંઝાયેલા લાગો છો ? કઈ તકલીફ ?’ એટલે મેં ખોંખારો ખાઈને કહ્યું ‘યાર તમારી પાર્ટીનો ટોટલ વ્હાઈટ વોસ થઇ ગયો, પરિણામો જાણીને મને પણ આંચકો લાગ્યો, બહુ ખરાબ પરિણામ કહેવાઈ નહિ ?’ પણ તે સાથે જ પેલા મારા મિત્ર ખડખડાટ હસી પડ્યા, હું ફાટી આંખે તેમને જોઈ રહ્યો. ક્ષણવાર મને થયું કે પરિણામોના આધાતને કારણે તેમની માનસિક સ્થિતિ …પણ ત્યાં તો તેઓ હસતા હસતા બોલ્યા, ’શું યાર તમે પણ, ફસાય ગયાને અમારી ચાલમાં !’. ‘ચાલમાં‘ મને કશી ગતાગમ પડી નહિ, તેઓ બોલ્યા ‘વેલ આમ તો આ અમારી પાર્ટી સિક્રેટ છે, પણ તમને કહેવામાં વાંધો નહિ.’ મારી ઉત્કંઠા ઉલાળા મારવા માંડી, ‘પાર્ટી સિક્રેટ ?’ તેઓ બોલ્યા ‘યેસ, પાર્ટી સિક્રેટ, વેલ ધીસ ઇઝ પોલીટીક્સ, અને આમાં સામ,દામ,દંડ, ભેદ, બધું કરવું પડે‘
‘હું સમજ્યો નહિ !’ મેં બધાની જેમ કહ્યું. ‘જુઓ છેલા બાર બાર વર્ષથી મોદી ખુરશીમાં ફેવિકોલની જેમ ચોંટી ગયા હતા, અમારી પાર્ટીનો એકમાત્ર અને મુખ્ય ઉદેશ્ય મોદીને CMની ખૂરશી પરથી ઉઠાડી મુકવાનો હતો. એટલે આ લોકસભાની ચૂંટણીમાં અમે એક નવો જ વ્યૂહ અજમાવ્યો જેમાં અમારા પક્ષને જબરજસ્ત સફળતા મળી, જોયું ને નરેન્દ્ર મોદીને ગુજરાતની ખુરશી છોડવી પડીને !

ભાજપ માટે હવે કપરા ચઢાણ….
આગામી દિવસોમાં ભાજપ માટે હવે ખૂબજ કપરા દિવસો આવવાના છે.
કેમ ?
ભલા માણસ ! ગુજરાત કોંગ્રેસને હવે કશું ગુમાવવા નો ભય રહ્યો નથી. અને જે દુશ્મન નિર્ભય અને નિશ્ચિંત હોય તેની સામે લડવું હંમેશા કપરું હોય છે……
(લખ્યા તા.૨૪-૫-૨૦૧૪ )

માયાવી

     ચૂંટણીના માહોલમાં પ્રાણીસંગ્રહાલયમાં ! એક નેતાનું ભાષાણ હતું. આ એજ નેતા હતા જે અદ્રશ્ય થવાની કળામાં પારંગત હતા. છેલ્લી ચૂંટણીમાં તેઓ વિજય થયેલા અને ત્યાર બાદ તેઓએ પોતાની માયાવી શક્તિનો પરચો દેખાડેલો તે ઠેઠ આજે સન્મુખ થયેલા. આ સમય દરમ્યાન આ વિસ્તારમાં સમસ્યાઓનો ગંજ ખડકાયેલો અને ત્યાંના પ્રાણીઓ ! આ સમસ્યાઓથી ગળા સુધી નહિ પરંતુ આખેઆખા ડૂબી ગયેલા.

આજ નેતા પ્રગટ થવાના છે, અને ભાષણ આપવાના છે તેવા સમાચાર મળતા જ બધા પ્રાણીઓ ત્યાં દોડી ગયા, અને નેતા ઉપર પોતાની ફરિયાદોનો મારો ચલાવ્યો. નેતા મંદ મંદ હસતા હતા. પ્રાણીઓએ નેતાને  ફરિયાદો , ગાળો અપશબ્દો દેવામાં લેશમાત્ર  ખામી ન રાખી. છતાં નેતાજી મંદ મંદ હસતા હતા.

પરંતુ નેતાની બાજુમાં ઉભેલા એક ગેંડાથી આ બધું સાંભળી શકાયું નહિ, અને તેના ઉપર આ અપશબ્દોની તુરંત અસર થઈ. ગેંડાની ચામડીમાં ધીરે ધીરે તિરાડો પડવા લાગી અને તેમાંથી રક્તસ્ત્રાવ ચાલુ થઇ ગયો. પ્રાણીઓ હજી પણ નેતાને ચોપડાવતા હતા પરંતુ નેતા હજી પણ મંદ મંદ હસતા હતા.

……અંતે ગેંડો ઢળી પડ્યો. પરંતુ નેતા હજી હસતા હતા. કારણ …. કારણ કે તે માયાવી હતા.

ભેટ

મારો  નવો હાસ્યલેખ   ‘ભેટ’    રીડ ગુજરતી પર પ્રકાશિત થયો છે.

આ ભેટ વાંચવા અહી   ક્લિક કરો.

રુણ છાપું લઈને ખુરશીમાં ગોઠવાયો, બીજા પાને ફોટા સાથે સમાચાર ચમક્યા હતા, ‘વોર્ડ નં ૩ ના નગરસેવક અરુણ ચૌહાણનું  રાજ્યના શિક્ષણમંત્રીના હસ્તે વિશેષ સમ્માન’ અરુણ અખબારનાં આ સમાચાર રસપૂર્વક અને ધ્યાનથી વાંચવા માંડ્યો, “૨૬મી જાન્યુઆરીના અનુસંધાને જીલ્લા મથકે  થયેલા ધ્વજવંદન અને રંગારંગ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રીએ અપક્ષ નગરસેવક અરુણ ચૌહાણનું વિશેષ સમ્માન કર્યું, શિક્ષણના ક્ષેત્રમાં એક નવા જ અને અદભુત વિચારને મૂર્તિમંત કરનાર, ગરીબમાં ગરીબ બાળકોને પણ શ્રેષ્ઠ શિક્ષણ, તેમજ લોકહિતના સેવાકાર્ય કરવા બદલ અરુણ ચોહાણનું સમ્માન કરવામાં આવ્યું.” અરુણે છાપામાંથી નજર ફેરવીને બારી બહાર આકાશ તરફ જોયું, સુરજ ધીમે ધીમે ખીલી રહ્યો હતો, આગળ વધી રહ્યો હતો, “આ સફળતા પણ આમ જ આગળ….” અરુણ મનમાં જ બબડ્યો. Read the rest of this entry »

માણસ જોઈએ છે !

આજે એક દુકાનની ભીંત પર ‘માણસ જોઈએ છે‘ લખેલી જાહેરખબર વાંચવા મળી. આ જાહેરાત વાંચીને મારું મન ચકડોળે ચડ્યું, એ દુકાનદારને કદાચ દુકાનમાં કામ કરવા માટે કોઈ વ્યક્તિ મળી જશે. પરંતુ આપણો દેશ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના હાથમાં ‘માણસ જોઈએ છે’ લખેલું બોર્ડ લઈને ફરે છે, તેને કોઈ માણસ મળશે ?

માણસ ખરેખર કેવો હોવો જોઈએ, આપણે બધા માણસની વ્યાખ્યામાં આવીએ છીએ ? માણસ તરીકે જન્મ આપીને માલિકે આપણા હાથમાં આ સુંદર અને વિશાળ પૃથ્વી મૂકી દીધી છે પરંતુ આપણે ધર્મ , નાતજાત , ભાષા , પ્રાંત, વગેરે જેવા નાના નાના વાડાઓમાં જ રહેવાનું પસંદ કર્યું છે.

બ્રાહ્મણો પર કોઈ હાનિ થાઈ તો તેનો વિરોધ માત્ર બ્રાહ્મણો જ કરશે, દલિતો પરના અત્યાચારનો વિરોધ માત્ર દલિતો કરશે, ઇસ્લામ વિરોધી ફિલ્મ બને તેનો વિરોધ માત્ર મુસ્લિમોએ જ કરવો પડે. કદાચ આ જ આપણા દેશની સૌથી મોટી કરુણતા કહી શકાય. આપણે સહુએ આપણા મનમાં  પેલી અદ્રશ્ય વાડ બનાવી લીધી છે, આ વાડ ઓળંગવાની કોઈ હિંમત કરતુ નથી.

ટટ્ટાર મસ્તક રાખીને ફરતા આપણે સહુએ એક વાર ડોક નમાવીને આપણા ટી-શર્ટ પર લખેલું વાક્ય ‘being human’ નો સાચો મતલબ જાણવાની કોશિશ કરવી જોઈએ.

ટૅગ સમૂહ