શબ્દોનું તોરણ

Archive for the ‘મારી વાર્તાઓ’ Category

પપ્પા

“પપ્પા ક્યારે આવશે ?“ ચાર પાંચ વર્ષનો વિરાટ તેની મમ્મીને ભોળાભાવે પૂછી લેતો. પણ સામેથી કશો જવાબ મળતો નહિ, વિરાટનો આ પ્રશ્ન તેની મમ્મીના ચાંદલા, સિંદૂર વગરના ચહેરામાં કાન વાટે થઈને સીધો હદયમાં ભોંકાતો અને ઝળઝળિયાં રૂપે આંખો વાટે બહાર આવતો. પછી ઘેરો નિસાસો અને થોડા ડૂચકા.

પણ એક દિવસ વિરાટને તેના નાના એ કહ્યું હતું “આજે તારા પપ્પા આવવાના છે” આ સાંભળીને નાનકડો વિરાટ ગેલમાં આવી ગયો હતો. તે દિવસે વિરાટ નાના મોટા સહુને અપાર ખુશીથી કહેતો હતો “આજે મારા પપ્પા આવવાના છે”. (વધુ…)

Advertisements

વળાંક

‘શું શું જોઈશે ?’ સોહામણા દેખાતા યુવકે પૂછ્યું.
‘તમારા બંનેનું લીવીંગ સર્ટી, ચૂંટણીકાર્ડ, એક બંનેનો કમર સુધીનો ફોટો, અને એક છોકરીનું સોગંધનામું બસ આટલું જ’ એડવોકેટ નિશાંતે જવાબ આપ્યો.
‘કેટલો સમય લાગશે ?’ બીજો પ્રશ્ન થયો, સામે જવાબ તૈયાર જ હતો ‘તું ડોક્યુમેન્ટ્સ આપ એટલે તરત જ’.
‘પછી કોઈ તકલીફ ….’ યુવક મૂંઝવણમાં લાગતો હતો. એડવોકેટ નિશાંત યુવકની મનોસ્થિતિ પામી ગયો, તેણે યુવકના ખભ્ભા પર હાથ રાખીને કહ્યું, ‘દોસ્ત, તું નાહક ચિંતા ન કર, મારી પાસે તું પહેલો નથી, આની પહેલા મેં અનેકના સિવિલમેરેજ કરાવી દીધા છે, અને કાયદાકીય રીતે તને કોઈ ‘ટચ‘ પણ નહિ કરી શકે તેની જવાબદારી મારી, તું નિશ્ચિંત રે, બધા ડોક્યુમેન્ટ્સ લઈને મારી પાસે આવી જા, તારું કામ થઇ જશે’. (વધુ…)

ભાગ્યવિધાતા

રુણ છાપું લઈને ખુરશીમાં ગોઠવાયો, બીજા પાને ફોટા સાથે સમાચાર ચમક્યા હતા, ‘વોર્ડ નં ૩ ના નગરસેવક અરુણ ચૌહાણનું  રાજ્યના શિક્ષણમંત્રીના હસ્તે વિશેષ સમ્માન’ અરુણ અખબારનાં આ સમાચાર રસપૂર્વક અને ધ્યાનથી વાંચવા માંડ્યો, “૨૬મી જાન્યુઆરીના અનુસંધાને જીલ્લા મથકે  થયેલા ધ્વજવંદન અને રંગારંગ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રીએ અપક્ષ નગરસેવક અરુણ ચૌહાણનું વિશેષ સમ્માન કર્યું, શિક્ષણના ક્ષેત્રમાં એક નવા જ અને અદભુત વિચારને મૂર્તિમંત કરનાર, ગરીબમાં ગરીબ બાળકોને પણ શ્રેષ્ઠ શિક્ષણ, તેમજ લોકહિતના સેવાકાર્ય કરવા બદલ અરુણ ચોહાણનું સમ્માન કરવામાં આવ્યું.” અરુણે છાપામાંથી નજર ફેરવીને બારી બહાર આકાશ તરફ જોયું, સુરજ ધીમે ધીમે ખીલી રહ્યો હતો, આગળ વધી રહ્યો હતો, “આ સફળતા પણ આમ જ આગળ….” અરુણ મનમાં જ બબડ્યો. (વધુ…)

આબરૂદાર ધંધો !

ભાંગતી રાતે ડેલીએ ટકોરા પડ્યા. વલ્લભ ઝબકીને જાગી ગયો ‘આવા કટાણે કોણ હશે ?’ તે હજી મનમાં વિચારતો હતો ત્યાં ફરી ડેલીએ થોડા જોરથી ટકોરા પડ્યા. ’અત્યારે કોણ હશે ?’ વલ્લભની પત્ની મંજુએ જાગીને પતિને પૂછ્યું, ‘જોવ છું’ કહેતા વલ્લભ પથારીમાંથી ઉઠ્યો.

‘આવા સમયે કોણ હોઈ શકે !’ મનમાં આશંકા અને જીજ્ઞાશા વચ્ચે ઝૂલતા વલ્લભે ડેલી ખોલી. (વધુ…)

દમુમાં

          દમુમાંએ આંખો ખોલી, પ્રયત્નપૂર્વક આજુબાજુ આંખો ફેરવી, સામે ધૂંધળી અજાણી છત હતી. જોતા જ ખ્યાલ આવી ગયો, પોતે હજી દવાખાનામાં જ છે. દમુમાને માથું ભારે ભારે લાગતું હતું, માથામાં સણકાનો અહેસાસ થયો, પણ દમુમાંના મનમાં બીજી ઉપાધી હતી. દમુમાએ આંખો પર હાથ ફેરવીને ખાતરી કરી લીધી, ચશ્માં નથી પહેર્યા. પથારી પર બેઠા થવાના પ્રયત્નમાં નિષ્ફળતા મળ્યાથી દમુમા સુતા સુતા જ હાથ વડે પથારીમાં અને બાજુના સ્ટુલ પર હાથ ફંફોસી ચશ્મા શોધવા લાગ્યા. સામેની પથારી પરના દર્દીના સગાનું ધ્યાન પડતા તે ઉતાવળે દમુમાં પાસે આવ્યો ‘ શું ગોતો છો માજી ?’. (વધુ…)

નવો જનમ

‘મુઈ ! પેલો તો હાવ બદલાઈ ગયો’સ’ કંકુ બોલી.

‘કોણ ?’

‘એજ મુઓ ધનજી ,બીજું કોણ ‘

‘હા એલી ,છેલ્લા મહિના દા’ડા થી મનેય લાગે છે ‘ ગંગાએ જવાબ વાળ્યો ‘હમણાં હમણાં તો ઈ એકેય કામમાં ટકટક નથી કરતો ને ઘણા દી થી ઇના બરાડા’ય નથી સાંભળ્યા’.

‘ઈને કાઈ થયું’સ ? તને  કાઈ ખબર છે ? કંકુ એ પૂછ્યું. (વધુ…)

ટૅગ સમૂહ