શબ્દોનું તોરણ

Archive for the ‘મારા રમુજ લેખો’ Category

અમારા કહ્યામાં નથી….

જે માતાપિતા પોતાના બાળકોને વખતસર કશું કહેતા નથી તેઓ આગળ જતા કોઈને કશું કહેવા જેવા રહેતા નથી અને પછી છાપાઓમાં ‘અમારો પુત્ર કે પુત્રી અમારા કહ્યામાં નથી, તેની સાથે કોઈપણ પ્રકારના વ્યવહારની જવાબદારી અમારી રહેશે નહિ જેની સર્વે નોંધ લેવી’ એ મતલબની જાહેરખબર આપતા હોય છે. (વધુ…)

Advertisements

ભેટ

મારો  નવો હાસ્યલેખ   ‘ભેટ’    રીડ ગુજરતી પર પ્રકાશિત થયો છે.

આ ભેટ વાંચવા અહી   ક્લિક કરો.

મરક મરક

આજની પ્રજા

એક નેતા તેના બુદ્ધિશાળી અને વિશ્વાસું સચિવ સાથે પોતાના બંગલાના બગીચામાં લટાર મારવા નીકળ્યા.તેઓ આંબાના ઝાડ પાસે પહોચ્યાં, ત્યાં જ છ..ન..ન..કરતો એક પથ્થર નેતાના કપાળમા વાગ્યો.  નેતા આ અચાનક અને ત્વરિત હુમલાથી ગભરાઈ ગયા. નેતાને કપાળમાંથી લોહી નીકળવા માંડ્યું. નેતા આ હુમલા પાછળ વિદેશી કે વિપક્ષનો હાથ હોવાનું વિચારી રહ્યા હતા ત્યાંજ  નોકરો એક નાના છોકરાને પકડીને નેતા સમક્ષ લાવ્યા. છોકરો ગભરાઈ ગયો હતો અને રડવા લાગ્યો, છોકરાએ કહ્યું કે એક કેરી પાડવા તેણે આ પથ્થરનો ઘા કર્યો હતો. નેતાએ સચિવ સામે જોયું અને પૂછ્યું, ‘આનું શું કરવું ?’. સચિવ બુદ્ધિશાળી હતો તેણે તરત નેતાને કહ્યું ‘સર જો આપના બંગલાનું એક ઝાડ તેના પર પથ્થરનો ઘા કરનારને ફળ આપતું હોય તો આપતો આ આખા રાજ્યના ધણી છો’. નેતા હસ્યા, તેણે પેલા છોકરાને આખો બોરો ભરીને કેરી આપી.

પેલો છોકરો કેરી લઈને તેના ઘરે ગયો અને તેની માને આ વાત કરી. તેની માએ આ વાત પોતાની પડોસણને કરી, પછી વાત આખી વસ્તીમાં ફેલાઈ ગઈ…….

બીજા દિવસે નેતા પાછા બગીચામાં લટાર મારવા નીકળ્યા, સચિવ પણ સાથે હતા, પરંતુ બગીચાના વંડા પાસે સોએક વ્યક્તિઓનું ટોળું હાથમાં પથ્થરો લઈને ઉભું હતું.

નેતાએ સચિવ સામે જોયું, સચિવ બુદ્ધિશાળી હતો તેણે કહ્યું. ‘સર ભાગો…….

——————————————————————————-

 

ચશ્માં પહેરીને..

હરિકાકા સરકારી કચેરીમાં પટ્ટાવાળા, નિવૃત્તિ આડે થોડો સમય જ બાકી. હવે થયું એવું કે એમની ઓફિસમાં નવા સાહેબ આવ્યા. શરૂઆતમાં તો નવા સાહેબ હરીકાકા સાથે સારું વર્તન રાખતા પરતું થોડા સમય પછી એમનું વર્તન બદલાઈ ગયું, વાત વાતમાં દોષ કાઢે, આ કરો ને પેલું કરો, ઘડી’ય  જંપવા ન દે. હરિકાકા હેરાન પરેશાન થઇ ગયા. આખરે પત્ની પાસે હૈયાવરાળ ઠાલવી, પત્નીએ હસીને કહ્યું ‘ચશ્માં પહેરીને બ્રશ કરતા જાવ’. ‘હેં’ હરિકાકા ગુચવાયા. પત્નીએ ફોડ પાડ્યો ‘તમે રોજ સવારે બહાર ઉભીને બ્રશ કરો છો, ત્યારે સામેના રોડ ઉપર તમારો એ સાહેબ દરરોજ ચાલવા નીકળે છે. એક બે દિવસ તો સાહેબે સામેથી ‘સ્માઈલ’ આપેલી, પણ તમને ચશ્માં વગર દૂરનું બધું ‘ભગત’. તેથી સાહેબ ખીજાયા લાગે છે.

છગને કુતરો પાળ્યો !

ત્રણ દિવસ ઓફીસ કામે બહારગામ રહ્યા પછી હું જયારે ઘરે પાછો આવ્યો ત્યારે મારા મિત્ર મહેશે મને સમાચાર આપ્યા ‘ છગને કુતરો પાળ્યો છે ‘. મને આશ્ચર્ય થયું કારણ કે અમારા મિત્ર છગનને કુતરાઓ સાથે બહુ બનતું નહિ. કુતરાઓને જોતા જ છગન ‘એ હ ઇઈઈ ળ ‘ કહીને તેની પાછળ પડતો. આવો છગન કુતરું પાળે એ મારા માટે નવાઈનો વિષય હતો, આ નવાઈના જવાબમાં મહેશે મને આખી વાત કહી, (વધુ…)

સૃષ્ટિનું નવસર્જન

મારો  હાસ્યલેખ  ‘સૃષ્ટિનું નવસર્જન’  રીડ ગુજરાતી  પર પ્રકાશિત થયો છે. આ લેખ રીડ ગુજરાતી પર પ્રકાશિત કરવા બદલ શ્રી મૃગેશભાઈનો આભાર.

 

આ લેખ વાંચવા અહી ક્લિક કરો  ‘ સૃષ્ટિનું નવસર્જન ‘ .

 

 

છત્રીની વ્યથા (૩)

ગતાંક થી ચાલુ

આજના યુગમાં છત્રીને સાથે રાખવામાં બધાને શરમ આવે છે, હાલના વૃધ્ધો હજી અમને ચાહે છે પણ એ બિચારાઓને ખુદની સંભાળ માટે બીજાઓને સાથે રાખવા પડે છે તો અમને ક્યાંથી સાથે રાખે ! છત્રી સાથે રાખવા કરતા માણસો ભીંજાવાનું વધારે પસંદ કરે છે. હાં, રેઇનકોટ હોય તો જુદી વાત ! ભલા માણસ રેઇનકોટમા એવું તો શું છે જે અમારામા નથી ? રેઇનકોટ ફાટે તો તમે એમાં થીગડું મારી શકશો ? રેઇનકોટ પર તમે તમારું નામ લખી શકશો ? (વધુ…)

છત્રીની વ્યથા (૨)

ગતાંકથી ચાલુ …..

ખેર ! એ મુસાફરીને અંતે હું એક નાનકડી દુકાનમાં આવી પહોચી. સાચું કહું તો મને અહિયા  આવવું ગમ્યું હતું, મને લાગ્યું કે એ દુકાન મારૂ ઘર છે ને હું મારા માતાપિતા પાસે આવી ગઈ, દુકાનનો એ વેપારી મને મારા પિતા હોય એવું લાગ્યું. અહી મને પ્રેમ મળશે એવી આશા હતી પણ મારી એ આશા ઠગારી નીવડી. દીકરીને ઘરમાં વધારે સમય રાખવા કયો બાપ રાજી હોય ? એમાય પણ ઘણી બધી યુવતીઓ નો બાપ ! અમે દુકાનમાં દસેક છત્રીઓ હતી. પેલા વેપારી એ પણ અમને વહેલા મા વહેલી તકે અહીંથી કાઢવા માટે પ્રયત્નો કરવા લાગ્યો. (વધુ…)

ટૅગ સમૂહ