શબ્દોનું તોરણ

Archive for the ‘જોવા જેવું’ Category

ખેંગાર વાવ

ગયા રવિવારે મેં અને મારા મિત્ર હોઝેફા દારૂવાલાએ ખેંગાર વાવની મુલાકાત લીધી. આ વાવ રા’ખેંગાર વાવ અને ખેંગાર વાવ તરીકે ઓળખાય છે. પુરાતત્વ વિભાગ દ્રારા રક્ષિત અને બાગાયત વિભાગ હસ્તક આવેલી આ વાવથી જુનાગઢના મોટાભાગના નાગરિકો પણ અજાણ છે, આ વાવ જુનાગઢથી પાંચેક કિલોમીટર દુર વંથલી પાસે ,જુનાગઢ વેરાવળ રોડ પર આવેલી છે. (વધુ…)

Advertisements

લીલુંછમ્મ ભવનાથ

          બીજા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ જોરદાર પધરામણી કરી હતી. ત્યારે દરેક જુનાગઢવાસીના દિલમાં વસેલું ભવનાથ જાણે સોળે કળાએ ખીલ્યું છે. જાણે લાંબા વિરહ બાદ પીયુ સાથેના મિલનનો આંનદ જોય લ્યો.સમગ્ર વાતાવરણમાં એક મનમોહક ખુશ્બુ ફેલાઈ ગઈ છે. ગીરી કંદરાનો થનગનાટ સ્પષ્ટ દેખાઈ આવે છે. ઝરણાની રુમઝુમ ચાલ જોઈ આહલાદક અનુભવ થાય છે. કુદરતે અદભુત સૌંદર્ય ભર્યું છે.

તો વળી આવેલ અવસરનો પુરેપુરો લ્હાવો લેવો હોય એમ ગીરનાર તો બે દિવસથી વાદળોથી બહાર જ નથી નીકળ્યો. મન કરે છે કે અહી જ મહાલતા રહીએ, આ સૌંદર્યને આંખોથી પીતા રહીએ… (વધુ…)

ખાપરા કોડીયાની ગુફા

ગઈ કાલે ‘ખાપરા કોડીયાની ગુફા’ ની મુલાકાત લીધી .આ જગ્યા જૂનાગઢમાં ધારાગઢ રોડ તરીકે ઓળખાતા વિસ્તાર માં આવેલી છે.અહી પહોચવા ના ઘણા રસ્તાઓ છે.આ જગ્યા સ્થાનિક લોકજીભે ‘ખાપરા કોઢીયાનું ભોયરું ‘ એવા નામે પણ ઓળખાય છે.આ ગુફા પ્રથમ નજરે ગમે તેવી છે. ભૂખરા પથ્થરને કોતરીને આ બનાવી હોય તેવું લાગે .મોટી શીલાઓ ને કોતરીને આ જગ્યા  બનાવવામાં ખુબજ મહેનત લાગી હશે ,પથ્થરના મોટા સ્થંભો છે,અહી ગુફાની દીવાલોમાં કોઈ કોતરણી ,ચિત્રો કે લીપી એવું કશું નથી છતાં આકર્ષક લાગે છે. ગુફાના સ્થંભો અને દીવાલો પર સમયનો ઘસારો જોઈ શકાઈ છે, આ ઘસારો જ ગુફાની ઐતીહાસીકતા ઉજાગર કરે છે. ગુફાના તળીયે સીડીવાળા કુંડો બનાવવામાં આવ્યા છે,જેનો ઉપયોગ પાણીના સંગ્રહ માટે થતો હશે એવું લાગે છે.લાંબા હોલ બનાવ્યા હોય એવું લાગે .ગુફાની છત પર જવા  માટે સીડી પણ ખરી , ગુફા  વિશાળ છે છતાં હવા ઉજાસ નો પુરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.તમે ગુફાના ગમે તે ખૂણે જાવ તમને હવા ઉજાસ મળી રહેશે. આ ગુફા કોણે, બનાવી  ક્યારે બનાવી વગેરે જેવી બાબતો જાણવાની મેં તસ્દી લીધી નથી, આપણને તો આ જગ્યા જોવી ગમી તેજ પૂરતું છે.  (વધુ…)

અડાલજની વાવ

અડાલજ તેની વાવ ને કારણે સુવિખ્યાત છે. અમદાવાદ શહેર ની નજીક આવેલી આ વાવ જોવાનો થોડા દિવસો પહેલા મોકો મળ્યો .તમે પ્રથમ દ્રષ્ટિ ના પ્રેમ માં માનો છો ? બસ ,પથમ નજરે જોતા જ આ વાવ આપણને ગમી જાય તેવી છે. અડાલજની વાવ અદભુત સ્થાપત્ય કલા ધરાવે છે. પથ્થરો પર કરેલી તેની કોતરણી બેનમુન છે ,આ વાવ બનાવનાર કારીગરો પર આપણે ઓવારી જવું પડે. આ વાવ તમેં જોવ એટલે તરત ખ્યાલ આવી જાય કે આવું નિર્માણ કરવું હવે શક્ય નથી , હાલ કદાચ કોઈ ગમે તેટલી ધનરાશી વાપરે છતાંય બીજી અડાલજની વાવ બનાવવી શક્ય નથીજ . (વધુ…)

ટૅગ સમૂહ