Posted in Uncategorized

આખરે કોંગ્રેસ જીતી ખરી !

આખરે કોંગ્રેસ જીતી ખરી ! છેલ્લા બાર બાર વર્ષોના વનવાસ પછી આખરે ગુજરાત કોંગ્રેસના નશીબ ફર્યા, છતાં બધા કોંગ્રેસીઓ કેમ કોઠીમાં મો ધાલીને સંતાતા ફરે છે તે મને સમજાતું નથી. ગુજરાત કોંગ્રેસ જેના માટે બાર બાર વર્ષોથી અથાગ અને અવિરત મહેનત કરતી હતી, તેમાં સફળતા મળી, છતાં, કોંગ્રેસ ખુશ કેમ નથી ? ગુજરાત કોંગ્રસનું એકમાત્ર ધ્યેય હતું કે મોદી મુખ્યમંત્રીની ખુરશી છોડે.
…તો બોસ, નરેન્દ્ર મોદીની ગુજરાત CMની ખુરશી છૂટી ગઈ, છતાં કોંગ્રેસીઓ તરફથી ફટાકિયા ફૂટવાનો અવાજ આવ્યો નહિ, મને તેનું આશ્ચર્ય થાય છે. ભલા માણસ, આપણી ઈચ્છાપૂર્તિ થઇ તે જ મહત્વનું છે તે કઈ રીતે થઇ તે મહત્વનું નથી. ગુજરાત કોંગ્રસ જશ્ન મનાવવાનો આવો રૂડો અવસર કેમ કરીને જતો કરી શકે ?
લોકસભામાં ભાજપને મળેલ વિજય પછી તરત જ કોંગ્રસને મળેલી આ વિજયની સુવર્ણ તક છતાં કોંગ્રેસ ચુપચાપ કેમ બેઠી છે ? બી હેપ્પી…

ગેમ પ્લાન.
મૂળ આપણે રહ્યા બિનરાજકીય અને લાગણીશીલ એટલે આપણે મન બધા સરખા. એટલે આ લોકસભાના પરિણામ પછી ભાજપને અભિનંદન આપીને બંદા પહોચી ગયા સીધા એક કોંગ્રેસી મિત્રને મળવા, તેને દિલાસો દેવા. હું જાણે કોઈના ખરખરા માં જતો હોવ એવા મનોભાવ સાથે તેઓશ્રીના ઘરમાં પ્રવેશ્યો. પરંતુ મારી ધારણા વિરુધ તેઓ પોતાના આંગણામાં આરામથી ઝૂલામાં ઝૂલતા હતા, મને જોઈને તરત જ ઊભા થઈને મને ઉષ્માથી આવકાર આપ્યો. મેં હજી મારા હાવભાવ ગંભીર રાખ્યા હતા, એટલે તેઓ મારા ખભા ઉપર એક હળવી થપાટ મારી ને બોલ્યા ‘શું યાર મૂંઝાયેલા લાગો છો ? કઈ તકલીફ ?’ એટલે મેં ખોંખારો ખાઈને કહ્યું ‘યાર તમારી પાર્ટીનો ટોટલ વ્હાઈટ વોસ થઇ ગયો, પરિણામો જાણીને મને પણ આંચકો લાગ્યો, બહુ ખરાબ પરિણામ કહેવાઈ નહિ ?’ પણ તે સાથે જ પેલા મારા મિત્ર ખડખડાટ હસી પડ્યા, હું ફાટી આંખે તેમને જોઈ રહ્યો. ક્ષણવાર મને થયું કે પરિણામોના આધાતને કારણે તેમની માનસિક સ્થિતિ …પણ ત્યાં તો તેઓ હસતા હસતા બોલ્યા, ’શું યાર તમે પણ, ફસાય ગયાને અમારી ચાલમાં !’. ‘ચાલમાં‘ મને કશી ગતાગમ પડી નહિ, તેઓ બોલ્યા ‘વેલ આમ તો આ અમારી પાર્ટી સિક્રેટ છે, પણ તમને કહેવામાં વાંધો નહિ.’ મારી ઉત્કંઠા ઉલાળા મારવા માંડી, ‘પાર્ટી સિક્રેટ ?’ તેઓ બોલ્યા ‘યેસ, પાર્ટી સિક્રેટ, વેલ ધીસ ઇઝ પોલીટીક્સ, અને આમાં સામ,દામ,દંડ, ભેદ, બધું કરવું પડે‘
‘હું સમજ્યો નહિ !’ મેં બધાની જેમ કહ્યું. ‘જુઓ છેલા બાર બાર વર્ષથી મોદી ખુરશીમાં ફેવિકોલની જેમ ચોંટી ગયા હતા, અમારી પાર્ટીનો એકમાત્ર અને મુખ્ય ઉદેશ્ય મોદીને CMની ખૂરશી પરથી ઉઠાડી મુકવાનો હતો. એટલે આ લોકસભાની ચૂંટણીમાં અમે એક નવો જ વ્યૂહ અજમાવ્યો જેમાં અમારા પક્ષને જબરજસ્ત સફળતા મળી, જોયું ને નરેન્દ્ર મોદીને ગુજરાતની ખુરશી છોડવી પડીને !

ભાજપ માટે હવે કપરા ચઢાણ….
આગામી દિવસોમાં ભાજપ માટે હવે ખૂબજ કપરા દિવસો આવવાના છે.
કેમ ?
ભલા માણસ ! ગુજરાત કોંગ્રેસને હવે કશું ગુમાવવા નો ભય રહ્યો નથી. અને જે દુશ્મન નિર્ભય અને નિશ્ચિંત હોય તેની સામે લડવું હંમેશા કપરું હોય છે……
(લખ્યા તા.૨૪-૫-૨૦૧૪ )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.