શબ્દોનું તોરણ

મરક મરક

આજની પ્રજા

એક નેતા તેના બુદ્ધિશાળી અને વિશ્વાસું સચિવ સાથે પોતાના બંગલાના બગીચામાં લટાર મારવા નીકળ્યા.તેઓ આંબાના ઝાડ પાસે પહોચ્યાં, ત્યાં જ છ..ન..ન..કરતો એક પથ્થર નેતાના કપાળમા વાગ્યો.  નેતા આ અચાનક અને ત્વરિત હુમલાથી ગભરાઈ ગયા. નેતાને કપાળમાંથી લોહી નીકળવા માંડ્યું. નેતા આ હુમલા પાછળ વિદેશી કે વિપક્ષનો હાથ હોવાનું વિચારી રહ્યા હતા ત્યાંજ  નોકરો એક નાના છોકરાને પકડીને નેતા સમક્ષ લાવ્યા. છોકરો ગભરાઈ ગયો હતો અને રડવા લાગ્યો, છોકરાએ કહ્યું કે એક કેરી પાડવા તેણે આ પથ્થરનો ઘા કર્યો હતો. નેતાએ સચિવ સામે જોયું અને પૂછ્યું, ‘આનું શું કરવું ?’. સચિવ બુદ્ધિશાળી હતો તેણે તરત નેતાને કહ્યું ‘સર જો આપના બંગલાનું એક ઝાડ તેના પર પથ્થરનો ઘા કરનારને ફળ આપતું હોય તો આપતો આ આખા રાજ્યના ધણી છો’. નેતા હસ્યા, તેણે પેલા છોકરાને આખો બોરો ભરીને કેરી આપી.

પેલો છોકરો કેરી લઈને તેના ઘરે ગયો અને તેની માને આ વાત કરી. તેની માએ આ વાત પોતાની પડોસણને કરી, પછી વાત આખી વસ્તીમાં ફેલાઈ ગઈ…….

બીજા દિવસે નેતા પાછા બગીચામાં લટાર મારવા નીકળ્યા, સચિવ પણ સાથે હતા, પરંતુ બગીચાના વંડા પાસે સોએક વ્યક્તિઓનું ટોળું હાથમાં પથ્થરો લઈને ઉભું હતું.

નેતાએ સચિવ સામે જોયું, સચિવ બુદ્ધિશાળી હતો તેણે કહ્યું. ‘સર ભાગો…….

——————————————————————————-

 

ચશ્માં પહેરીને..

હરિકાકા સરકારી કચેરીમાં પટ્ટાવાળા, નિવૃત્તિ આડે થોડો સમય જ બાકી. હવે થયું એવું કે એમની ઓફિસમાં નવા સાહેબ આવ્યા. શરૂઆતમાં તો નવા સાહેબ હરીકાકા સાથે સારું વર્તન રાખતા પરતું થોડા સમય પછી એમનું વર્તન બદલાઈ ગયું, વાત વાતમાં દોષ કાઢે, આ કરો ને પેલું કરો, ઘડી’ય  જંપવા ન દે. હરિકાકા હેરાન પરેશાન થઇ ગયા. આખરે પત્ની પાસે હૈયાવરાળ ઠાલવી, પત્નીએ હસીને કહ્યું ‘ચશ્માં પહેરીને બ્રશ કરતા જાવ’. ‘હેં’ હરિકાકા ગુચવાયા. પત્નીએ ફોડ પાડ્યો ‘તમે રોજ સવારે બહાર ઉભીને બ્રશ કરો છો, ત્યારે સામેના રોડ ઉપર તમારો એ સાહેબ દરરોજ ચાલવા નીકળે છે. એક બે દિવસ તો સાહેબે સામેથી ‘સ્માઈલ’ આપેલી, પણ તમને ચશ્માં વગર દૂરનું બધું ‘ભગત’. તેથી સાહેબ ખીજાયા લાગે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

ટૅગ સમૂહ

%d bloggers like this: