Posted in જોવા જેવું

લીલુંછમ્મ ભવનાથ

          બીજા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ જોરદાર પધરામણી કરી હતી. ત્યારે દરેક જુનાગઢવાસીના દિલમાં વસેલું ભવનાથ જાણે સોળે કળાએ ખીલ્યું છે. જાણે લાંબા વિરહ બાદ પીયુ સાથેના મિલનનો આંનદ જોય લ્યો.સમગ્ર વાતાવરણમાં એક મનમોહક ખુશ્બુ ફેલાઈ ગઈ છે. ગીરી કંદરાનો થનગનાટ સ્પષ્ટ દેખાઈ આવે છે. ઝરણાની રુમઝુમ ચાલ જોઈ આહલાદક અનુભવ થાય છે. કુદરતે અદભુત સૌંદર્ય ભર્યું છે.

તો વળી આવેલ અવસરનો પુરેપુરો લ્હાવો લેવો હોય એમ ગીરનાર તો બે દિવસથી વાદળોથી બહાર જ નથી નીકળ્યો. મન કરે છે કે અહી જ મહાલતા રહીએ, આ સૌંદર્યને આંખોથી પીતા રહીએ… Continue reading “લીલુંછમ્મ ભવનાથ”