Posted in જોવા જેવું

ખાપરા કોડીયાની ગુફા

ગઈ કાલે ‘ખાપરા કોડીયાની ગુફા’ ની મુલાકાત લીધી .આ જગ્યા જૂનાગઢમાં ધારાગઢ રોડ તરીકે ઓળખાતા વિસ્તાર માં આવેલી છે.અહી પહોચવા ના ઘણા રસ્તાઓ છે.આ જગ્યા સ્થાનિક લોકજીભે ‘ખાપરા કોઢીયાનું ભોયરું ‘ એવા નામે પણ ઓળખાય છે.આ ગુફા પ્રથમ નજરે ગમે તેવી છે. ભૂખરા પથ્થરને કોતરીને આ બનાવી હોય તેવું લાગે .મોટી શીલાઓ ને કોતરીને આ જગ્યા  બનાવવામાં ખુબજ મહેનત લાગી હશે ,પથ્થરના મોટા સ્થંભો છે,અહી ગુફાની દીવાલોમાં કોઈ કોતરણી ,ચિત્રો કે લીપી એવું કશું નથી છતાં આકર્ષક લાગે છે. ગુફાના સ્થંભો અને દીવાલો પર સમયનો ઘસારો જોઈ શકાઈ છે, આ ઘસારો જ ગુફાની ઐતીહાસીકતા ઉજાગર કરે છે. ગુફાના તળીયે સીડીવાળા કુંડો બનાવવામાં આવ્યા છે,જેનો ઉપયોગ પાણીના સંગ્રહ માટે થતો હશે એવું લાગે છે.લાંબા હોલ બનાવ્યા હોય એવું લાગે .ગુફાની છત પર જવા  માટે સીડી પણ ખરી , ગુફા  વિશાળ છે છતાં હવા ઉજાસ નો પુરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.તમે ગુફાના ગમે તે ખૂણે જાવ તમને હવા ઉજાસ મળી રહેશે. આ ગુફા કોણે, બનાવી  ક્યારે બનાવી વગેરે જેવી બાબતો જાણવાની મેં તસ્દી લીધી નથી, આપણને તો આ જગ્યા જોવી ગમી તેજ પૂરતું છે. 

અમે જયારે આ ગુફાની મુલાકાતે ગયા ત્યારે હું અને મારી સાથે આવેલા મારા મિત્ર ‘હોઝેફા દારૂવાલા’ ( જેઓ નીચે ફોટામાં દેખાઈ છે ) સિવાય બીજા કોઈ મુલાકાતી ન હતા ,ગુફામાં બાળકો રમતા હતા , તેનું એક કારણ કદાચ આ જગ્યા પછાત વિસ્તારમાં આવેલી છે તે હોય શકે .આજુબાજુ મધ્યમ ગરીબ રહેઠાણો છે.તેને કારણે પણ સ્થાનિક મુલાકાતી ઓછા હશે. છતાં મને એક વાત ખાસ નજરે એ આવી કે આ ગુફા માં જરા પણ ગંદકી નથી.અમે આખી ગુફા ફર્યા ,બધી જગ્યાએ સરસ ચોખાઈ હતી .

જો સમય હોય અને ઈચ્છા થાઈ તો એક વાર આ ગુફાની મુલાકાત લેવા જેવી ખરી , અહી આપના માટે પ્રસ્તુત છે ખાપરા કોડીયા ની ફોટો મુલાકાત ,

4 thoughts on “ખાપરા કોડીયાની ગુફા

  1. સુંદર ઐતહાસિક ગુફાના ચિત્રો માણવાની અનોખી મઝા આવી.

    જુનાગઢ જેવા પુરાતન અને ધાર્મિક સ્થળે હોવા છતાયે સરકારી ગેઝેટમાં

    પ્રસિદ્ધિ નથી મળી. એ દુખદ બાબત છે પણ આપે આવત જન માંસ સુધી

    પહોચાડી ખરી…. ધન્યવાદ…

  2. સુંદર ફોટોગ્રાફ સાથે સરસ માહિતી, જૂનાગઢ નો રહેવાસી છુ પણ આ ગુફા તમારા બ્લોગ પર જોઇ, ખૂબ સરસ પ્રયાસ છે, લગે રહો મનસુખ ભાઇ

Leave a reply to પરાર્થે સમર્પણ Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.