શબ્દોનું તોરણ

બાળકોને…

          હમણાં થોડા દિવસ પહેલા મુસાફરી દરમ્યાન એક અનુભવ થયો.આમ તો એ કદાચ રોજીંદી ઘટના કહેવાય છતાં મને કહેવા યોગ્ય લાગી તેથી અહી લખી રહ્યો છું. હું અમદાવાદથી  ટ્રેન માં જુનાગઢ આવી રહ્યો હતો ,ટ્રેનમાં બહુ ગીર્દી ન હતી ,હું બારી પાસે બેઠો હતો મારી સામેની તેમજ મારી સીટ ની બાજુની સીટ પણ આખી ખાલી હતી ,વિરમગામથી બે મહિલા અને ત્રણ બાળકો ડબ્બામાં ચઢ્યા .દેખાવે તે સારા અને સુખી ઘરના લાગતા હતા.જેમાંથી પેલા ત્રણેય બાળકો મારી સામેની સીટમાં બેઠા અને પેલી બંને મહિલા બાજુની ખાલી સીટમાં બેઠી.મારી સામે બેઠેલા ત્રણ બાળકોમાંથી એક છોકરો જે આશરે નવ દશ વર્ષનો હશે તે બારી પાસે બેઠો .ટ્રેન ચાલુ થઇ થોડી વાર પછી ટ્રેને ગતિ પકડી ,હું જે બારી પાસે બેઠો હતો ત્યાંથી અને પેલા છોકરા પાસેની બારીમાંથી થોડો તડકો અને સરસ હવા આવતી હતી. ત્યાજ અચાનક પેલી બે મહિલા માંથી એક મહિલા ઉઠીને ઝડપથી પેલા છોકરા પાસે આવીને કહેવા લાગી, “અરે બેટા બારી બંધ કર , જો કેવો પવન ને તડકો આવે છે તારી ‘સ્કીન ડ્રાય’ થઇ જશે ” આટલું બોલી તે મહિલાએ જાતે પેલી બારી બંધ કરી પોતાની સીટ પર  જઇને બેસી ગઈ.  

          બસ ઘટના તો આટલી નાની જ હતી, હાલ માતાપિતા પોતાના બાળકો ની બાબતમાં સજાગ થયા છે તે સારી વાત છે પણ તેઓ સજાગતાનો અતિરેક તો નથી કરતા ને ? બાળકોની  નાની નાની બાબતોમાં દરમ્યાનગીરી કરી બાળકના વિકાસમાં અવરોધ તો ઉભા કરતા નથી ને ? બાળકો આ ઉમરે કુદરત ના ખોળે નહિ રમે તો ક્યારે રમશે ?  પેલો છોકરો દેખાવે ‘સોહામણો ‘ હતો તેની ના નહિ વળી પેલી મહિલાની ભાષા અને દેખાવ પરથી કહી શકું કે તે છોકરો અભ્યાસમાં પણ હોશિયાર હશે પણ પોતાના બાળકો પર નાનો સરખો તડકો પણ પડવા દેતા નથી એ વાલી આ બાળકોને વરસાદમાં ન્હાવાનો લ્હાવો તો  ક્યાંથી આપતા હોય ?

          એ વરસાદમાં ન્હાવું ! ધોમધખતા તડકામાં રમવું , નદી -ચેકડેમમાં એ ધુબાકા, કડકડતી ઠંડીમાં રાત્રે તાપણું કરીને બેસવું , જાંબુના ઝાડપર ચડવું ,પડવું ,મિત્રો સાથે અહી તહી ભમવું ,ગિલ્લીદંડા , નાગોલ ,પતંગ ,ક્રિકેટ , આ હા હા ! શું લખવું ને  શું ન લખવું ,લખવા બેસું તો પાનાઓ ના પાના ભરાઈ જાય.

          હું મારા શૈશવમાં ભરપુર જીવ્યો છુ. સાચું કહું તો મારી જિંદગીનું આ જ સોનેરી સંભારણું છે. એ દિવસો અત્યારે વાગોળવા ગમે છે ,યાદ કરવા ગમે છે. અત્યારે એ દિવસો હું શોધું છું પણ એ દિવસો ક્યાં પાછા આવવાના ?

           માતાપિતાને મારે એજ કહેવું છે કે તમારા બાળકો પોતાની પાછલી જિંદગીમાં કશું યાદ કરી શકે એવું એમને કરવા દો, એમને રમવા દો -મિત્રો સાથે ,કુદરત સાથે…..

                છેલ્લે ચિનુ મોદી નો એક શેર ,

                                       “આભ ગોરંભાય ત્યાં તો બારી વાસી દે તરત

                                         એમને “ઈર્શાદ ” ક્યાં સંભારવા   વરસાદમાં “

Advertisements

Comments on: "બાળકોને…" (4)

  1. ખૂબ જ સરસ અવલોકન આજ કાલ બાળકો ની આઝાદી જાણે કે છિનવાઈ ગઈ છે, અભ્યાસ ક્રમ થી લદાયેલા ને હરીફાઇ યો થી પીસાયેલા આ કુલ સમાન બાળકો નું બાળપણ હવે ગલી શેરી/મેદાન કે બાગ બગીચા માં ખીલ વાને બદલે ફ્લૅટ/રોહાઉસ/બંગલા ઓ માં કરમાતું જાય છે. આ વિષય ગહન વિચાર માંગીલે તેવું છે “જાગો વાલીઓ જાગો”

  2. સાચી વાત છે મનસુખભાઇ આપની…અત્યારે વરસાદમાં નહાવુ, ઝાડ-પર ચડવું અને એવી બધી બાબત આજના બાળકો માટે એક સ્વપ્ન બની ગઇ છે.!

  3. તદ્દન સાચી વાત છે મનસુખભાઈ. આપણી પાસે શૈશવની યાદો તો છે….આજકાલના ટાબરિયાઓ મોટા થઈને શું યાદ કરશે? પીસી ગેમ અને ટ્યૂશનના ધક્કા, અને કરાટે ક્લાસ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

ટૅગ સમૂહ

%d bloggers like this: