શબ્દોનું તોરણ

અડાલજની વાવ

અડાલજ તેની વાવ ને કારણે સુવિખ્યાત છે. અમદાવાદ શહેર ની નજીક આવેલી આ વાવ જોવાનો થોડા દિવસો પહેલા મોકો મળ્યો .તમે પ્રથમ દ્રષ્ટિ ના પ્રેમ માં માનો છો ? બસ ,પથમ નજરે જોતા જ આ વાવ આપણને ગમી જાય તેવી છે. અડાલજની વાવ અદભુત સ્થાપત્ય કલા ધરાવે છે. પથ્થરો પર કરેલી તેની કોતરણી બેનમુન છે ,આ વાવ બનાવનાર કારીગરો પર આપણે ઓવારી જવું પડે. આ વાવ તમેં જોવ એટલે તરત ખ્યાલ આવી જાય કે આવું નિર્માણ કરવું હવે શક્ય નથી , હાલ કદાચ કોઈ ગમે તેટલી ધનરાશી વાપરે છતાંય બીજી અડાલજની વાવ બનાવવી શક્ય નથીજ .અડાલજની વાવને પ્રથમ નજરે જોતા જ મને પહેલો પ્રશ્ન એ થયેલો કે આવું ભવ્ય નિર્માણ તે લોકો એ કીવી રીતે બનાવ્યું હશે ? એ વાવ બનાવનાર કારીગરો ના ઈજનેરી જ્ઞાન ને સલામ છે.તે સમયે તો આટલી ટેકનોલોજી ,વાહનવ્યવહાર , આધુનીક સાધનો નો અભાવ હતો છતાય આજે  આ નિર્માણ જોઈ માણસો દંગ રહી જાય છે.એ વાવ બનાવનાર કારીગરોમાં મહેનત ,લગન અને જનુન હશે અને હા, પોતાના કામ પ્રત્યે પ્રેમ હશે ,પ્રેમ વગર આવું કામ કરવું શક્ય નથી.

મેં આ વાવ ના થોડા ફોટા પાડેલા ,તે અહી મુકું છું. હું પ્રોફેસનલ ફોટોગ્રાફર નથી ,મેં ફોટા પણ મારા મોબઈલ ના સામાન્ય કેમેરાથી પાડેલા છે તેથી વિશ્વાસ રાખજો, આ વાવ ફોટા માં દેખાય છે તેના કરતા અનેક ગણી વધારે સુંદર છે.

 

છે ને જોવા જેવું !

 

Advertisements

Comments on: "અડાલજની વાવ" (5)

  1. મનસુખભાઈ ખરેખર અદભુત વાવ છે . આપણે ગર્વ લેવો જોઈએ અને હમણાં થોડા સમય પહેલા અમિતાભ બચ્ચને પણ મુલાકાત લીધી હતી પણ અફસોસ એ વાત નો થાય છે કે ત્યાં પુરતી વ્યવસ્થા નથી . વાવમાં કોઈ જવાબદાર અધિકારી નથી , ત્યાં ઘણીવાર લોકો જુગાર રમતા હોય છે , ગંદકી હોય છે , ત્યાંની જાળવણી સમયસર થતી નથી , મુખ્ય દરવાજા બહાર લારી ગલ્લાવાળા નું દબાણ , મુખ્ય રોડથી ત્યાં પહોંચવા સારો રસ્તો નથી . હું મારા ઘણા મિત્રોને જોવા લઇ જવું છુ ત્યારે કંઇક નવું જ ધ્યાને આવે છે . કમનસીબી આપણી કે વાવની પણ મોટાભાગના અમદાવાદ નજીકના લોકોને આ વાવ વિશે જાણકારી નથી . અમદાવાદ કે ગાંધીનગર આવતા મિત્રોએ જરૂર આ વાવણી મુલાકાત લેવી જોઈએ જ .

  2. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હર્દિક સ્વાગત-
    –મુહમ્મદઅલી વફા

  3. મારી બહુ જ માનીતી જગ્યા. સાબરમતી રહેતો હતો; એટલે નજીક પણ પડતી હતી. ઘરમાં આવેલા મહેમાનોને અચૂક બતાવવા અમે લઈ જતા.
    ફોટા પણ ખરેખર સરસ પડ્યા છે. અભિનંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

ટૅગ સમૂહ

%d bloggers like this: