શબ્દોનું તોરણ

પ્રેમપત્ર

આજે સવારે ઊંઘ માંથી ઉઠતા જ રફી સાહેબ નું પેલું સદાબહાર ગીત ” યે મેરા પ્રેમપત્ર પઢ કર   કે તુમ નારાજ ના હોના” સાંભળવા મળ્યું, આ ગીત સાંભળી મને પણ મકરસંક્રાંતિ કરવા  પીયર ગયેલા મારી પત્ની ને પ્રેમપત્ર લખવાની ઈચ્છા થઇ આવી, સાચું કહું તો આ ગીત સાંભળી મને પ્રેમપત્ર લખવાની પ્રેરણા મળી. હાલ મોબાઈલ ફોન આવવાથી આજના પ્રેમીઓ માં પ્રેમપત્ર લખવાની કળા લુપ્ત થતી જાય છે એવું મારું માનવું છે .આજે રજા હોવાથી અને ભૂતકાળ માં આ કાર્ય ક્યારેય ન  કરવાને  કારણે ઉપરાંત પત્ની પીયર હોવાથી ઘરકામમાં કરવી પડતી મદદ ! માંથી હાલ મારે મુક્તિ હતી તેથી હું પ્રેમપત્ર લખવા પ્રેરાયો .

પ્રેમપત્ર લખવા માટે જરૂરી સરસામાન લઇ હું મારી અગાસી પર ગયો એક ખુણામાં બેઠક જમાવી. સાધુ સંતો જેમ ઈશ્વર નું ધ્યાન કરવા એકચિત થાય એમ હું પણ એકચિત થયો .સમગ્ર વિશ્વને ભૂલી (પત્ની ને નહિ )માત્ર પ્રેમ અને પત્ર પર મારું ધ્યાન એકત્રિત કર્યું. એક ઊંડો શ્વાસ લઇ મેં પ્રેમપત્ર લખવાની શરૂઆત કરી.

વિશ્વના મોટા ભાગના પ્રેમીઓ પ્રેમપત્ર  લખવાની જ્યાંથી શરૂઆત કરે છે તે શબ્દ “પ્રિય “થી મેં પણ શરૂઆત કરી પણ વિશ્વના મોટાભાગના પ્રેમીઓ ની ગાડી જે શબ્દ પછી અટકે છે તે શબ્દ “પ્રિય ” પછી મારી ગાડી પણ અટકી પડી ,પ્રિય પછી એક પણ શબ્દ કે વાક્ય લખવા માટે અનુકુળ આવતું ન હતું .મનમાં ધણી બધી વાક્ય રચનાઓ બનાવી જોઈ પણ કઈ જામતું  ન હતું ખુબ મથામણ પછીય મેળ ન આવ્યો પછી મને એક વિચાર આવ્યો (મેં ક્યાંક વાચેલું કે સાપ સામેની લડાઈ દરમ્યાન નોળીયો વચ્ચે વચ્ચે કોઈ વનસ્પતિ ના પાન ખાઈ આવતો જેનાથી નોળીયામાં નવી શક્તિ નો સંચાર થતો )તેવી જ રીતે હું પણ પાન ના ગલ્લે પાન ખાવા જતો રહ્યો .જો કે મારા વિષય માં સાપ કોણ ને નોળીયો કોણ તે કહેવું અઘરું છે.

સીતાજી ના સ્વયંવર માં રાવણ , ધનુષ ઉપાડવા જે ખુમારી થી ઉભો થયો હશે તેવી જ ખુમારી વાળી ચાલથી હું પાછો અગાશી પર આવ્યો ,રાવણે જેમ એક હાથે ધનુષ ઉચકવાની કોશિશ કરી હતી તેવી જ રીતે મેં પણ માત્ર એક હાથે ,હા માત્ર એક હાથે પેન ઉચકી લીધી .હું મનોમન ખુશ થયો કારણ કે રાવણ ની વિપરીત મેં પેન ઉચકી લીધી હતી.મુખ પર વિજયભાવ સાથે મેં ફરી પ્રેમપત્ર લખવાની શરૂઆત કરી, ઘણી રકઝક કરી છતાય હતો ત્યાં નો ત્યાજ રહ્યો હું પ્રિય થી આગળ વધતો ન હતો આ વખતે હું મનોમન ખુબજ ગુસ્સે થયો ,પ્રાચીન સમયમાં જેમ તપસ્વીઓ કોઈ ઉપર ગુસ્સે થતા ત્યારે તેને શ્રાપ આપતા તેવીજ રીતે મને પણ શ્રાપ આપવાની ઇસ્છા  થઇ આવી પરંતુ  બે કારણોસર મેં શ્રાપ આપવાનું માંડી વાળ્યું ,એક કારણ એ કે મારું બોલેલું ક્યારેય સાચું પડતું નથી અને બીજું કારણ એ કે શ્રાપ કોને આપવો એ પણ મને ખબર ન હતી તેથી મારી ઇસ્છા મનમાં દબાવી હું પાછો પ્રેમપત્ર  વીશે વિચારવા લાગ્યો .પણ હવે રાવણ ની જેમ મને પણ જ્ઞાન થયું કે આ કાર્ય ખરેખર ખુબજ વિકટ છે અને સરળતાથી થઇ શકે તેમ નથી .હવે શું કરવું એ વીશે હું વિચારવા લાગ્યો .વિચાર ના અંતે હું સમજી ગયો કે સીધે સીધી  લડાઈ માં હું જીતી નહી શકું  .પણ આ વખતે હું ‘ચાન્સ ‘ લેવા માંગતો નહતો તેથી મેં મારી ચાલ બદલી નાખી જેવી રીતે એક મહાન યોદ્ધો દુશ્મનો ની શક્તિ ,તેની કમજોરી વગેરે જાણી તેને અનુરૂપ પોતાની રણનીતિ ઘડે છે તેવી જ રીતે મેં પણ પ્રેમપત્ર સફળતાપૂર્વક  લખાઈ તેને માટે અમુક યુક્તિઓ શોધી કાઢી,અમુક તારણો શોધી કાઢ્યા.

જેવા કે …

પહેલું તારણ એ નીકળ્યું કે પત્ની ને પ્રેમપત્ર લખવામાં મન અને દીલ  બેઉ માંથી કોઈ પણ મને સાથ આપ્યો નહિ ,પત્ની ના નામ માત્ર થી જ તેઓ દુર ભાગી જતા હતા તેથી મેં મન અને દીલ ને ખુશ રાખવા કાલ્પનિક પ્રેમિકા ને પ્રેમપત્ર લખવાનું નક્કી કર્યું.

બીજા અનેક વિદ્વાન પ્રેમીઓ પોતાના પ્રેમપત્રમાં ખુબજ અઘરા શબ્દપ્રયોગ કરી સામા પાત્ર માં અસલામતી નો ભાવ પેદા કરે છે ,તેવું ગજું મારું ન હોવાથી મેં માત્ર સીધા સરળ શબ્દમાં પ્રેમપત્ર લખવાનું નક્કી કર્યું .

પ્રેમપત્ર લખતા પહેલા એક પ્રેમી ,એક કવિ  શું વિચારે ,તેનો મનોભાવ કેવો હશે ,તેની કલ્પના કરી થોડી વાર માટેજ કવિ થવાનો પ્રયત્ન કરવો એમ નક્કી કર્યું.

એક અઠવાડિયાથી મેં દાઢી બનાવી ન હતી ,વધેલી દાઢી એ પરાજિત પ્રેમી ની નિશાની છે અને પરાજિત પ્રેમી માત્ર દર્દ ભરી કવિતાઓ  બનાવી શકે ,પ્રેમપત્ર નહિ, આવું લાગતા મેં ખેતીવાડી સાફ કરી પ્રેમપત્ર લખવો એમ નક્કી કર્યું.

બે ત્રણ પ્રેમભર્યા  ગીતો ધ્યાનથી સાંભળીયા જેથી મારું મન અને દીલ રોમાન્ટિક બની જાય અને મને મારા ભગીરથ કાર્ય માં મદદ કરી શકે.

આમ ઉપર મુજબના મેં મારા તમામ અસ્ત્રો ,સસ્ત્રો સજાવીને રણમેદાનમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો ,છેલ્લી આરપાર ની લડાઈ લડી લેવાનો નિર્ણય થઇ ગયો .મેં રોમાન્ટિક ગીતો સંભાળતા સંભાળતા  દાઢી બનાવી લીધી ચીક્સાઈ માટે ગાલે હાથ ફેરવીને જોય લીધું ક્યાય વાંધાજનક તો નથી ને .અસ્ત્ર ,સસ્ત્ર ,યુક્તિઓ ,પ્રયુક્તિઓ વગેરે સજાવી હું સર્વપ્રથમ મારા ઘરના મંદિર માં ગયો અને બે હાથ જોડી ભગવાન સમક્ષ મારી વિજયની કામના કરવા લાગ્યો, ત્યારબાદ જેમ એક શુરવીર ,મહાપ્રતાપી ,યોદ્ધો  રણભૂમિમાં પહોચવા નીકળી પડે તેમ  હું અગાશી પર પહોચવા નીકળી પડ્યો , પગપાળા …

અને લડાઈ ચાલુ થઇ , યુદ્ધનો પોકાર થયો ,ધમાસાણ,ધોધમાર ,અદ્રિતીય ,અજોડ …….અને અંતે આ યુદ્ધ નો નિર્ણય આવ્યો હું પ્રિય થી આગળ વધ્યો નહિ લગભગ બે અઢી કલાક ની માથાકૂટ ,મહેનત પછી મારે પરાજય સ્વીકારવો પડ્યો .હું પ્રેમપત્ર લખી શક્યો નહિ અને સાથે આ કામ આપણા કરવા યોગ્ય નથી તેવો નિર્ણય મારે કરવો પડ્યો.

પરંતુ જેમ ચૂંટણીઓમાં હાર્યા પછી દરેક પક્ષ પોતાની હારના કારણોનું મનોમંથન કરતા હોય છે અને હાર માટે કઈક સારા અને વ્યાજબી લાગે તેવા કારણો આપતા હોય છે તેવીજ રીતે મેં પણ મારા પરાજય નું મનોમંથન કર્યું અને મારી હાર માટેના કેટલાક જવાબદાર કારણો આ રહ્યા .

પત્ની ને બદલે કાલ્પનિક પ્રેમિકા ને પ્રેમપત્ર લખવાનું મેં નક્કી કર્યું હતું ,જેમાં મન અને દીલ તો થોડા માન્ય પણ શરીરે ખુલ્લેઆમ બળવો પોકાર્યો ,શરીરે ભૂતકાળના અનુભવો ને કારણે આવું પીડાદાયક કાર્ય કરવાની ચોખ્ખી ના પાડી.

સીધા અને સરળ શબ્દો માં પ્રેમપત્ર લખાઈ ?   ન જ  લખાઈ,પ્રેમપત્ર માં તો અઘરા શબ્દો જ વપરાઈ તો જ વટ  પડે.સરળ  શબ્દો માં પ્રેમપત્ર લખીએ તો કોઈ જગ્યા એ નોકરી મારે અરજી કરતા હોઈએ આવું લાગે.

હું સ્વભાવગત કવિ નથી તેથી કવિ થવાનું ફાવ્યું નહિ અને આમેય એ જોખમ લેવા જેવું નહિ ,મિત્રોમાં ખબર પડે કે પેલાએ ન કરવાની કરી છે તો આપણને જોઈ ને રસ્તો બદલી નાખે, પછી ઉધાર ક્યાં લેવા જવું ?

એક કારણ એ પણ જાણવા મળ્યું કે પ્રેમ અને દાઢી ને કશું લાગતુંવળગતું નથી ,પ્રેમ એ માનસિક સ્થિતિ છે જયારે દાઢી શારીરિક સ્થિતિ છે અને આમેય પ્રેમ માં દાઢી સિવાય બીજું કશું વધતું નથી .

પ્રેમભર્યા ગીતો સાંભળ્યા પણ તેની ખાસ કઈ અસર ન થઇ ઉલટાનું તે ગીતકાર ને મળવાની ઇસ્છા થઇ આવી ,કવિ ચાંદ ની પેલે પર જવાની વાત કરતા હતા ,આમાં આવડું મોટું બઝેટ આપણી પાસે ન હોય ને .

તમે આ કારણો વાંચ્યા ? મને વિશ્વાસ છે કે આ કારણો વાંચ્યા પછી તમે પણ કહેશો કે દોસ્ત તારી વાત સાચી છે. આવી સ્થિતિમાં પ્રેમપત્ર લખીજ ના શકાય. (અચાનક મોબાઈલ રણકી ઉઠ્યો ,પત્નીનો જ છે ફોનથી જ પતાવી લઈએ શું કયો છો ?)

Advertisements

Comments on: "પ્રેમપત્ર" (6)

  1. લેખ ગમ્યો. હસતા અને હસાવતા રહો. આ પણ પુન્યનો માર્ગ જ છે !
    –ગિરીશ પરીખ
    Blog: http://www.girishparikh.wordpress.com પર ‘મારે થાવું છે અભિનેત્રી’ નાટક વાંચો, પણ હસવાની મનાઈે છે !

  2. સુંદર રસમય શૈલી..મજાનું કથાનાક.

    રમેશ પટેલ(આકાશદીપ)

  3. are taro autografe levo padse too to star 6o avu saras kay rite vichari le 6o

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

ટૅગ સમૂહ

%d bloggers like this: